પાટડી સહકારી જીનમાં અચાનક આગ ફાટી નીકળી : આગ પર કાબૂ મેળવી લેવાયો

પાટડી શ્રીનાથજી સોસાયટીથી ડીવોશન સ્કુલ તરફ જવાના રસ્તે આવેલી સહકારી જીનમાં ભંગારના સાધનોમાં અચાનક કોઇ અગમ્ય કારણોસર ભયાવહ આગ ફાટી નીકળી હતી. પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં દોડાદોડી મચી જવા પામી હતી. આ ભયાવહ આગની ઘટનાની જાણ થતાં મુકેશભાઇ દેસાઇ, હિતેશભાઇ રાવલ, ચંદ્રકાન્તભાઇ પંચાલ, ભરતભાઇ દરજી અને દાદુભાઇ રબારી સહિત વિશ્વ હિંદુ પરીષદ અને બજરંગ દળના યુવાનો સહિતના સામાજિક કાર્યકરો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ભયાવહ આગમાં અંદાજે ૭ ટન જેટલા ગાભા અને ૩ ટન જેટલા લાકડા સહિતનો અન્ય માલસામાન બળીને ખાખ થઇ જતા આ આગમાં અંદાજે એક લાખથી વધુ રકમના મુદામાલનું નુકશાન થયા હોવાના વાવડ મળ્યા છે.

પાટડીની સહકારી જીનમાં ભયાવહ આગ ફાટી નીકળ્યાના વાવડ મળતા પાટડી નગરપાલિકાના સાગરભાઇ રબારી, અલ્પેશભાઇ પ્રજાપતિ, નિતીષભાઇ ઠાકોર અને લઘરીભાઇ ઠાકોર સહિતનો સ્ટાફ ફાયર ફાઇટર, જેસીબી મશીન, પાણીનું ટેન્કર અને પ્રેસર પાઇપના ટેન્કર સહિતના સાધનો સાથે પાટડી સહકારી જીન ખાતે દોડી જઇ પાણીનો સતત મારો ચલાવી ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ વહેલી સવારે ત્રણ વાગ્યે આગ પર મહદ અંશે કાબુ મેળવ્યો હતો.પાટડી સહકારી જીનમાં અચાનક ભયાવહ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની જાણ થતાં પાટડી નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાઇ હતી. અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાઈ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news