મીઠાપુર અને આરંભડામાં સોલાર પેનલના પ્રયોગથી દરિયાઈ જીવસૃષ્ટિ કોરલનો વિકાસ વધ્યો

મોટાભાગની દરિયાઈ જીવસૃષ્ટિ જેના પર આધારિત છે એવા કોરલના ઝડપી વિકાસ માટે આખા દેશમાં પ્રથમવાર દ્વારકા જિલ્લાના મીઠાપુર અને આરંભડામાં સોલાર પેનલનો પ્રયોગ કરાયો છે. ૫૦ લાખ રૂપિયાના ખર્ચે શરૂ થયેલા આ મહત્ત્વાકાંક્ષી બાયોરોક પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત બની ગયા છે અને એનાથી અહીંના મરીન નેશનલ પાર્કમાં કોરલનો ગ્રોથ પણ ૫થી ૬ ગણો વધી ગયો હોવાનું મરીન બાયોલોજીસ્ટ ડૉ. આર. ચંદ્રને જણાવ્યું છે.

પૃથ્વી પર સજીવોને ઓક્સિજન પૂરો પાડતા વૃક્ષોની જેટલી જરૂરિયાત છે એટલી જ જરૂર દરિયાઈ જીવસૃષ્ટિને કોરલ (પરવાળા)ની છે. પણ, કોરલનો વિકાસ અત્યંત ધીમો હોય છે. બધા જ પરિબળો અનુકૂળ હોય તો પણ કોરલ આખા વર્ષમાં માંડ એકાદ સે.મી. જેટલો વધે છે. આ ગ્રોથ ઝડપી બને એ માટે ઝુઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મીઠાપુર અને આરંભડામાં બાયોરોક પ્રોજેક્ટ શરૂ કરાયા છે.

આ પ્રોજેક્ટ માટે મરીન નેશનલ પાર્કની લગભગ ૧૫થી ૧૬ જગ્યા ફેબ્રુઆરી-૨૦માં જાેવાઈ હતી. એમાંથી મીઠાપુર અને આરંભડા પર પસંદગી ઉતારવામાં આવી અને જાન્યુઆરીમાં મીઠાપુર તેમજ માર્ચ-૨૦૨૦માં આરંભડામાં ઈન્સ્ટોલેશનનું કામ શરૂ થયું હતું. આખી દરિયાઈ જીવસૃષ્ટિ જેના પર નભી રહી છે એવા કોરલના ઝડપી વિકાસ માટેના આ મહત્ત્વાકાંક્ષી બાયોરોક પ્રોજેક્ટ અત્યારે બંને સ્થળોએ સફળતાપૂર્વક કાર્યરત થઈ ગયા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news