પૂર્વ ચીનમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં સાત લોકોના મોત
નાનજિંગઃ પૂર્વ ચીનના જિયાંગસુ પ્રાંતમાં સોમવારે એક ફેક્ટરીમાં લાગેલી આગમાં સાત લોકોના મોત થયા છે.
સોમવારે સાંજે લગભગ સાડા છ વાગ્યે વુક્સી શહેરમાં ટિઆન્ટિયનરાન ટેક્સટાઈલ એન્ડ ટેકનોલોજી કંપની લિમિટેડમાં આગ ફાટી નીકળી હતી. રાહત અને બચાવ કામગીરી પૂરી થયા બાદ સાત લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
આ કંપની 20 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે અને સ્થાનિક બજાર અને વિદેશી બજારો બંનેમાં ઉત્પાદનો વેચતી મોટી યાર્ન ઉત્પાદક છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.