ગુજરાતની શાળાઓ હવે કોરોના સામે શાળામાં જ વેક્સિનેશન ડ્રાઈવ કરશે
કોરનોના ના કારણે ભારત સહિત વિશ્વભરમાં શાળા કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ બંધ હતી. પરંતુ હવે જ્યારે વિશ્વમાં કોરોનાની રસી પ્રાપ્ત થઈ ગઈ છે ભારત સહિત અનેક દેશોમાં વેક્સિનેશન મોટા પાયે થઈ ગયું છે. ત્યારે ધીમે ધીમે તમામ બજારો અને મોલો, થિયેટરો, જાહેર સભા ખુલ્લી મુકવામાં આવી રહી છે પરંતુ ભારતમાં હજુ સ્કુલો ખોલવામાં નથી આવી આ સ્થિતિમાં ભારતના ગુજરાતની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા અવાર નવાર શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી કે શાળાઓ ખુલી બાળકોના ભવિષ્ય વિશે વિચારે આ જોતા હવે અનેક ખાનગી શાળાના સંચાલકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, અમે સ્વખર્ચે અમારી શાળાના બાળકોને વેક્સિન અપાવશું અને અમુક શાળા ના સંચાલકો પણ શાળામાં વેક્સિનેશન કરવા તૈયાર છે પરંતુ તે સરકારી ખર્ચે વેક્સિનેશન કરાવશે પોતાની શાળાના તમામ બાળકોને વેક્સિન થી સજ્જ કરશે તેવી ધારણા જોવા મળી છે.
રાજ્યમાં ૧૬,૨૦૦ જેટલી પ્રાઇવેટ પ્રાથમિક અને હાઇસ્કૂલ છે. વાલીઓ મંજૂરી આપે તો શાળા-સંચાલકો તેમની શાળામાં જ બાળકોના વેક્સિનેશન માટે તૈયાર છે. હવે સ્કૂલ્સ શરૂ થઈ છે ત્યારે મંડળ તરફથી પણ સરકારને સ્કૂલમાં જ વેક્સિનેશન માટે રજૂઆત કરીશું. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત રાજ્યભરની મંડળની ૭૦૦૦થી વધારે સ્કૂલો વેક્સિનેશનની કામગીરી માટે તૈયાર છે, પરંતુ એની વિતરણ વ્યવસ્થા કેવી રીતે થાય છે એના પર બધો આધાર છે.અમદાવાદની ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે અમારી શાળાના વિદ્યાર્થીઓને શાળામાં જ વેક્સિન મળે એ માટેનું આયોજન કરી રહ્યા છીએ, સાથે જ વેક્સિનેશનનો ખર્ચ ઉપાડવાની પણ અમારી તૈયારી છે.
અમદાવાદમાં અમારા કુલ ૬ કેમ્પસ છે, જેમાં ૮ હજાર વિદ્યાર્થી છે, જે પૈકી ૧૨ વર્ષથી ઉપરના ૩૫૦૦ વિદ્યાર્થી છે, પરંતુ મોટો પડકાર એ છે કે કેટલા વાલીઓ તેમનાં બાળકોને વેક્સિન અપાવવા માટે તૈયાર થાય છે? વેક્સિન લેવા માટે ૧૮ વર્ષથી ઉપરના લોકો મૂંઝવણ અનુભવી રહ્યા હતા, એવામાં જે વાલીઓ તૈયાર થાય તેમનાં બાળકોને વેક્સિન આપવાની તૈયારી છે. ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના સંચાલક પ્રવીણ કાછડિયાનું કહેવું છે કે જો વેક્સિન બનાવતી કંપની સીધી શાળાને રસી પૂરી પાડતી હોય તો અમારી શાળાના ૬૦૦ જેટલા વિદ્યાર્થીનો વેક્સિનનો ખર્ચ અમે ભોગવીશું. અમારા માટે શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષાની બાબત સૌથી મહત્ત્વની છે. બાળકોની વેક્સિનનું વિતરણ અને વેક્સિનેશન કાર્યક્રમ અંગેની વિગતો સામે આવ્યા બાદ શાળા તરફથી રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવશે અને બાળકોની વેક્સિનેશન ડ્રાઇવમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીશ.
વડોદરા ઝોન શાળા સંચાલકમંડળના ઉપ-પ્રમુખ વિપુલ પટેલે જણાવ્યું હતું કે અગાઉ સ્કૂલ સ્ટાફને વેક્સિન આપવામાં પણ વડોદરા ઝોનની શાળાઓમાં સારી કામગીરી થઈ હતી, એટલે જો શાળાકક્ષાએ બાળકોનો વેક્સિનેશન કાર્યક્રમ જારી થાય છે તો તમામ શાળા-સંચાલકો તૈયાર. આગામી દિવસોમાં શાળા-સંચાલકો ભેગા થઈ બાળકોને વેક્સિન કંઈ રીતે આપી શકાય એ અંગે ચર્ચા પણ કરીશું, કારણ કે શાળા શરૂ થવા જઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા મહત્ત્વની વાત છે. ભારતમાં બાળકોને લગાવી શકાય એવી કોરોનાની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, પણ સરકારે હજુસુધી તેમના વેક્સિનેશન માટેની પરમિશન આપી નથી. જોકે ગુજરાત સરકારે સ્કુલ-કોલેજમાં વેક્સિનેશન કેમ્પસ શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. રાજ્રય સરકારે અગાઉ ધો. ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરી હતી અને હવે ૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની પરવાનગી આપી છે.