જવાદ વાવાઝોડું નબળું પડતા ઓડિશા, આંધ્ર, બંગાળને રાહત

ત્રણેય રાજ્યોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૬૪ ટીમ બચાવ-રાહત કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારેત્રણેય રાજ્યો પાસેથી જવાદની સ્થિતિનો અહેવાલ મેળવીને સમીક્ષા કરી હતી.બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે બનેલું જવાદ વાવાઝોડું નબળું પડી જતાં તટવર્તીય વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ૬૦થી ૭૦ કિ.મીની ઝડપે પવન ફૂંકા  શ્રીકાકૂલમ જિલ્લામાં ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થઈ હતું. એમાં એક ટીનેજરનું મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશમાં દિવસભર વરસાદ પડયો હતો, પરંતુ હવાની તીવ્રતા ધારણા કરતા ઓછી હતી. મોડી રાતે ૬૦થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો શરૃ થયો હતો.

જોકે ૧૦૦થી ૧૨૦ કિ.મી.ની તીવ્રતા સુધી પહોંચવાનો જે અંદાજ હતો એટલો પવન ફૂંકાય એવી શક્યતા ઘટી ગઈ હતી. હવામાન વિભાગે કહ્યું હતું કે દરિયામાં જ નબળું અને ધીમું પડી ગયેલું વાવાઝોડું ઓડિશાની ધરતી પર ટકરાયા પછી વિખેરાઈ જશે. જોકે, તેની અસર ૫મી ડિસેમ્બરની મોડી રાત સુધી રહે એવી શક્યતા છે. ઓડિશા અને બંગાળમાં ૫મી ડિસેમ્બરે વરસાદ પડશે. પશ્વિમ બંગાળના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news