રાજધાની દિલ્હીમાં વરસાદી ઝાપટા પડતા ગરમીમાંથી મળી રાહત

રાજધાની દિલ્હીમાં દિલ્હીવાસીઓ ગરમી થી ખુબ જ હેરાન પરેશાન હતા અને આવામાં હમણાં વરસાદના ઝાપટા પડતા કિત્લીય રાહત મળી રહી છે આ પહેલા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાજવીજ સાથે વરસાદી છાંટા પડવા અને વિજળી પડવાની સંભાવના સાથે આંશિક રૂપથી વાદળા છવાયેલા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

આઇએમડીના અનુસાર સફદરજંગની વેધશાળામાં અધિકત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.  દિલ્હીના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા.

આ વરસાદ બાદ દિલ્હીવાસીઓને ભીષણ ગરમીમાંથી ક્યાંકને ક્યાં રાહત જરૂર મળી છે. ગત થોડા દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ બની ગયું હતું. તો હવે થોડી રાહત મળી છે.  દિલ્હીમાં ગરમીએ તોડ્યો હતો રેકોર્ડ અને રાજધાની દિલ્હીમાં રવિવારે અધિકતમ તાપમાન ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે આ વર્ષનું સૌથી વધુ તાપમાન છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news