ભારતના અણમોલ રતન ઉદ્યોગપતિ રતન ટાટાનું ૮૬ વર્ષની વયે મુંબઈમાં નિધન
મુંબઈ: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું ૮૬ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા. કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તમને જણાવી દઈએ કે રતન ટાટાએ માર્ચ ૧૯૯૧થી ડિસેમ્બર ૨૦૧૨ સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું.
આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા. કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, આ સમાચારોને અફવા ગણાવતા રતન ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે આ દાવાઓ પાયાવિહોણા છે. ઉંમર સંબંધિત બિમારીઓને કારણે હાલમાં હું મેડિકલ ચેકઅપ કરાવી રહ્યો છું. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું બરોબર છું.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટા ૨૦૧૨ સુધી ટાટા ગ્રુપના વડા હતા. તેમણે લગભગ ૨૨ વર્ષ બાદ ૭૮ વર્ષની ઉંમરે આ પદ છોડવાનો નિર્ણય લીધો હતો. તેમના નેતૃત્વ હેઠળ, તેમણે ગ્રૂપની સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને ઈન્ફોસિસ અને વિપ્રો કરતાં આગળ લાવ્યા.
પીટીઆઈના અહેવાલ મુજબ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. રોયટર્સના અહેવાલ મુજબ, રતન ટાટા છેલ્લા ઘણા દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ટાટા ગ્રૂપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ દ્વારા જ તેમના ખરાબ સ્વાસ્થ્યની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમના મૃત્યુ પછી ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ પણ તેમના ઠ હેન્ડલ પર પોસ્ટ કરીને રતન ટાટાના મૃત્યુની પુષ્ટિ કરી છે.