અમદાવાદમાં અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. આગામી ૩ કલાકને લઈને પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, દીવ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સંભવિત વાવાઝોડાને ખતરાને લઈને ગુજરાત સરકાર ખૂબ જ સતર્ક છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી છે. બેઠકમાં હવામાન વિભાગના ડાયરેક્ટર હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીએ વાવાઝોડું બિપરજોયની હાલની સ્થિતિની માહિતી મેળવી છે. વાવાઝોડાથી થનારી અસર પર પણ બેઠકમાં ચર્ચા થઈ છે. કંટ્રોલ રૂમમાંથી ૨૪ કલાક સ્થિતિ પર નજર રખાઈ રહી છે. ખતરાને પહોંચી વળવા રાજ્ય સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા સતત ૨૪ કલાક વાવાઝોડાનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ વાવાઝોડા અંગે ૧૦૫૫/૩૦૩ પર ફરિયાદ નોંધાવી શકશે. તેમજ નાગરિકો ૯૯૭૮૩૫૫૩૦૩ નંબર પર વોટ્‌સએપ મારફતે પણ ફરિયાદ કરી શકશે. કન્ટ્રોલ રૂમમાં ૨૪ કલાક કર્મચારીઓને કાર્યરત રાખવામાં આવશે. દરેક ઝોનલ કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ૩૫થી ૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા ૯૦૦થી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. વાવાઝોડા દરમિયાન લોકો ઝાડની નીચે ઉભા રહેવાનું ટાળે. જે લોકોનું પ્રાઇવેટ ગાર્ડન છે તેને પણ ટ્રીમ કરવા માટે મનપાની મદદ લઇ શકે છે.

અમદાવાદના ૨ લાખ પૈકી ૧.૬૦ લાખ વીજપોલની સ્ટેબિલીટી અને વાયર બોર્ડની ચકાસણી કરાઇ છે.અમદાવાદમાં ૧૩૮૦ મનપા અને ખાનગી હોર્ડિંગના સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી છે. પાણીનો સપ્લાય મળી રહે તે માટે પણ ચકાસણી પૂર્ણ થઇ ગઇ છે. વધુ વરસાદના કારણે ભરાયેલા પાણીના નિકાલ માટે પણ ૮૩ પંપ સાથે વધારાના ૧૦ વરૂણ પંપ લેવાયા છે. અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ ૨૪ કલાક માટે બંધ રખાશે. રાહત અને બચાવ કાર્ય માટે ફાયરની ૧૫ ટીમ ૫ બોટિંગ સ્ટાફ સહિતની ટીમ તૈયાર છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news