દેશના ૮૫ મોટા પાવર પ્લાન્ટ્સમાં કોલસો ખુટી પડવાની સંભાવના
દેશમાં વીજળીની ડિમાન્ડની સ્થિતિ એ છે કે વીજળીની માંગનો એક નવો રેકોર્ડ બની ગયો અને આને ગયા વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. ગયા વર્ષ ૨૦૦.૫૩૯ ગીગાવૉટની માંગ નોંધવામાં આવી હતી, જ્યારે આ વર્ષ ૨૦૧.૦૬૬ ગીગાવૉટ નોંધાઇ છે. આ સ્થિતિ ત્યારે છે હાલમાં એપ્રિલનો મહિનો ખતમ નથી થયો. મે અને જૂનમાં માંગ વધીને ૨૧૫-૨૨૦ ગીગાવૉટ સુધી પહોંચી શકે છે.
દેશભરના ૮૫ પાવર પ્લાનમાં કોલસાનો ખતરો ઉભો થઇ ગયો છે. આનાથી આવનારા સમયમાં વીજળીનો કાપ જોવા મળી શકે છે. પાવર પ્લાન્ટની ફરિયાદ છે કે રેલ રેકની કમીના કારણે કોલસો મળવામાં મોડુ થઇ રહ્યું છે.
ગરમીના પારો ચઢવાની સાથે સાથે હવે દેશમાં વીજળી સંકટ ઘેરાતુ જાય છે. દેશમાં વીજળીની ડિમાન્ડ રેકોર્ડ સ્તરને પાર કરી ગઇ છે. હવે સ્થિતિ એ છે કે ૮૫ પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ થવાનો છે. ભીષણ ગરમીની વચ્ચે દેશમાં વીજળી સંકટ હવે ભયાનક રૂપ લઇ રહ્યું છે. દેશમાં વીજળીની ડિમાન્ડ એટલી વધી ગઇ છે કે વીજળની માંગનો એક નવો રેકોર્ડ જ બની ગયો. એક દિવસમાં વીજળીની સૌથી વધુ માંગ મંગળવારે ૨૦૧.૦૬૬ ગીગાવૉટ નોંધાઇ છે.