Paryavaran Today Breaking: નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સ લિમિટેડમાં લાગી ભીષણ આગ

અમદાવાદઃ શહેરમાં આવેલી નારોલ  સ્થિત એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી  છે. આ આગ આજે સવારના સમયે લાગી હોવાની જાણકારી મળી રહી છે.

શહેરની નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સ લિમિટેડમાં આજે સવારે 9.15ની આસપાસ ભીષણ આગની ઘટના બનવા પામી છે. આગના કારણે આકાશમાં કાળા ડિંબાગ ઘૂમડાનું સામ્રાજ્ય છવાઇ જવા પામ્યું છે. જે કંપનીમાં આગ લાગી છે તેની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આઘની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠાં થવા પામ્યા હતા.

મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સ લિ.માં આગની ઘટના પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રેિગેડના 6 વાહનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાલ હાથ ધરવામાં આવી રહી છે.

 

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news