મૂળ ગુજરાત કેડરના અધિકારી રાજકુમારની સતાવાર રીતે રાજ્યના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક
ગુજરાતના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર થયો છે. મૂળ ગુજરાત કેડરના અધિકારી રાજકુમાર ની સતાવાર રીતે રાજ્યના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામા આવી છે.
અત્યાર સુધી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા હતા. રાજકુમાર આજથી ઔપચારિક રીતે ગૃહ વિભાગનો હવાલો સંભાળશે.
વાત કરીએ રાજકુમારની તો રાજકુમાર ઉત્તર પ્રદેશના બંધાયુ ગામના વતની છે. તેઓ 1987ના ગુજરાત કેડરના અધિકારી છે.
તેમણે IIT કાનપુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. આ સિવાય તેણે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. તમને જણાવી દઈએ કે રાજકુમારને ગૃહ નાણા અથવા ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ રાજકુમારને ગૃહ વિભાગ સોંપવામાં આવ્યું છે. મૂળ કેડરના વરિષ્ઠ અધિકારી રાજકુમારને અચાનક કેડરમાં ડેપ્યુટેશન પર પરત લાવવા કેન્દ્ર સરકારે સચિવાલયમાં હોબાળો શરૂ કર્યો છે.
રાજકુમાર હાલના ચીફ સેક્રેટરી પંકજ કુમારના અનુગામી છે. પંકજકુમાર તાજેતરમાં જ રાજ્યના ચીફ સેક્રેટરી બન્યા છે અને તેઓ મે 2022માં વય નિવૃત્ત થઇ રહ્યાં છે. ત્યારે સિનિયોરિટી અનુસાર પંકજ કુમાર બાદ હવે રાજકુમાર આગામી ચીફ સેક્રેટેરી પદના દાવેદાર છે.