ગ્રીસના ક્રેટ ટાપુ પર ભારે ભૂકંપથી ગભરાટ

ગ્રીસના ક્લાઇમેટ ક્રાઇસિસ એન્ડ સિવિલ પ્રોટેક્શન મંત્રાલયે જણાવ્યું કે સ્થાનિક સત્તાવાળાઓએ આપેલ રિપોર્ટ મુજબ ભૂકંપથી એક વ્યક્તિનું મોત થયું છે, ત્યારે અન્ય નવ વ્યક્તિઓ ઘાયલ થઇ છે. સમુદ્ર નહિ, પરંતુ જમીનની અંદરથી ઉદ્ભવેલા આ ભારે ભૂકંપથી વસ્તીવાળા વિસ્તારોને અસર થઇ હતી. આ વિસ્તારમાં પાછળથી આવેલા નવ આંચકા પૈકી સૌથી વધુ ભારે બે આંચકાની તીવ્રતા ૪.૬ રહી. ભૂકંપથી બચવા માટે હેરાકિલઓન શહેરના નાગરિકો શેરીઓમાં દોડી ગયા હતા.

ટાપુના પૂર્વ ભાગમાં ભૂકંપના એપિસેન્ટર પાસેના ગામોમાં પથ્થરની જૂની ઇમારતોની ભીંતો ઘસી પડી હતી, એમ સ્થાનિક માધ્યમોમાં જણાવ્યું છે.દક્ષિણ ગ્રીસના ક્રેટ ટાપુ પર સોમવારે સવારે પ્રાથમિકપણે ૫.૮ની તીવ્રતાવાળો ભૂકંપ આવતા એક વ્યક્તિનું મોત થયું, જ્યારે અન્ય કેટલાક લોકો ઘવાયા છે. ધરતીકંપની ધ્રજારી અનુભવતાં લોકો શેરીઓમાં આવી ગયા હતા, જ્યારે શાળાઓ છોડી મૂકાઇ હતી.

ભૂકંપના વારંવારના આંચકાથી આ વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. એના એપિસેન્ટર પાસેના ગામોમાં નુકસાન થયું હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. એથેન્સ જિયો ડાયનેમિક ઇન્સ્ટિટયુટે કહ્યું કે ભૂકંપ સ્થાનિક સમય સવારે ૯.૧૭ વાગ્યે આવ્યો. ૬.૧૭ ગીનીચ મીન ટાઇમ, જેનું એપિસેન્ટર દેશના પાટનગર એથેન્સની વાયવ્ય દિશામાં ૨૪૬ કિલોમીટરના અંતરે હતું. ધી યુરોપિયન-મેડિટરેનિયન સિસ્મોલોજિક્લ સેન્ટર અને યુએસ જિયોલોજિકલ સર્વેએ ભૂકંપ, પ્રાથમિકપણે ૬ની તીવ્રતાનો હોવાનું જણાવ્યું, અને એનું એપિસેન્ટર થ્રોત્સાનો નામના ગામની ઉત્તરે ૭ કિલોમીટર (૪ માઇલ)ના અંતરે હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news