મોરબીના પોશ વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી પાણીની પ્રોબ્લમથી મહિલાઓમાં આક્રોશ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલા ન્યુ આલાપનગર અને પટેલનગર સોસાયટીના પાણી પ્રશ્ને આ સોસાયટીની મહિલાઓનું ટોળું આજે ગુરૂવારે મોરબી નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયું હતું. જેમાં મહિલાઓએ નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને પાલિકા પ્રમુખના પતિને ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન ગંભીર છે. તેમાંય છેલ્લા છ મહિનાથી પાણી આવતું જ નથી. જેથી મહિલાઓને પાણીના ટેન્કર મંગાવવા પડે છે અને ઘણા સમયથી સ્થાનિક લોકોને પાણી વેચાતું લેવું પડે છે.

જોકે, બાજુની આલાપ સોસાયટીમાં ફૂલ ફોર્સથી પાણી આવે છે. પણ ન્યુ આલાપ સોસાયટીમાં પાણી સદંતર આવતું ન હોવાથી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મહિલાઓ પાણી પ્રશ્ને સ્થાનિક નગરસેવક અને પાલિકામાં પણ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં દરેક રજૂઆત બેઅસર રહેતા પાણી પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. હાલ મચ્છુ ડેમ છલોછલ ભરેલો છે. તેથી પીવાના પાણીની કોઈ સમસ્યા નડે એમ નથી. આમ છતાં તેમની સોસાયટીમાં છતે પાણીએ વલખા મારવા પડે છે.

આ સોસાયટીઓમાં અંદાજે ૫ હજારની વસ્તી છે. આથી પાણી ન આવતા આ લોકોને ભારે મુસીબતો ભોગવવી પડતી હોવાથી મહિલાઓ ઉગ્ર રજુઆત કરી હતીમોરબીના પોશ વિસ્તાર ગણાતા એવા આલાપ રોડ વિસ્તારની સોસાયટીઓમાં છ મહિનાથી પાણી આવતું ન હોય સ્થાનિકોને ખુબ હાલાકી પડી છે. ત્યારે આટલા ટાઈમ સુધી પાણી ન આવતા અને તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા આ સોસાયટીની મહિલાઓ વિફરી હતી. રોષે ભરાયેલી મહિલાઓના ટોળાએ નગરપાલિકા કચેરીએ ઘસી જઈને મોરચો માંડ્યો હતો. મહિલાઓએ પાણી સહીત પ્રાથમિક સુવિધાના અભાવ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news