મોરબીમાં લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યાની રાવ

મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખ્સ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરી લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કેટલા દિવસ જૂનો છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. મોરબીમાં લોકોના આરોગ્યની સાથે ચેડા કરી લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા આ વાયરલ વીડિયોની ખરાઇ કરી તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ મોરબીવાસીઓએ ઉઠાવી છે.

મોરબી આરોગ્ય વિભાગના લોકોએ આ અંગે જણાવ્યું હતું કે, “અમને આ વાયરલ વિડીયોની કોઇ જાણકારી નથી. છતાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું.”મોરબીમાં લોકોના આરોગ્યની સાથે ચેડા કરી ખુલ્લેઆમ લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. જેમાં મોરબીમાં ગટરના પાણીથી લીલા ચણા ધોઇ બેફામ રીતે વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news