સેવાસ્તોપોલમાં તેલની ટાંકીમાં આગ, હાલ 60 ફાયર ફાયટરો સ્થળ પર
સિમ્ફેરોપોલ: સેવાસ્તોપોલમાં કઝચ્યા (‘કોસાક’) ખાડીના વિસ્તારમાં ઇંધણની ટાંકીમાં આગ લાગી હોવાના અહેવાલ છે. માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી)ની ટક્કરથી આગ લાગી હોવાનું અનુમાન છે.
ગવર્નર મિખાઇલ રઝવોઝાયેવે આ જાણકારી આપી છે. તેમણે શનિવારે સવારે એક ટેલિગ્રામમાં જણાવ્યું હતું કે, “કઝચ્યા ખાડીમાં મંગનારી બ્રધર્સ સ્ટ્રીટ પાસે ઇંધણની ટાંકીમાં આગ લાગી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગ યુએવી હિટને કારણે લાગી છે… આગનો વિસ્તાર અંદાજે 1,000 ચોરસ મીટર (10,764 ચોરસ ફૂટ) છે.”
બાદમાં અન્ય પોસ્ટમાં, તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ અસર થઈ નથી. આગ પર હજુ કાબુ મેળવવો બાકી છે અને હાલ 60 ફાયર ફાયટરો સ્થળ પર કામ કરી રહ્યા છે.