ગુજરાતમાં હવે વીજચોરી ઘટશે, સરકાર ૧.૬૫ કરોડ સ્માર્ટમીટર લગાવશે

  • વિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨થી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. ૧૬,૬૬૩ કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ  ૨૦૨૧-૨૨થી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. ૧૬,૬૬૩ કરોડના ખર્ચને મંજૂરી આપી છે.

RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. મંત્રીના નિવેદન અનુસાર, વિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન છે, જેમાંથી ૧.૬૫ કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ ૬૬.૦૯ લાખ સ્માર્ટ મીટર, જ્યારે બીજા તબક્કામાં વધુ ૧.૦૫ કરોડ મીટર લગાવવામાં આવશે. પરિમલ નથવાણીએ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં વીજ મંત્રાલયે શરૂ કરેલી યોજનાઓ વિશે જાણવા માગતા હતા. સાથે તેમણે આ યોજનાઓ હેઠળ ફાળવાયેલા અને તેના અમલ માટે ઉપયોગ કરાયેલા ફંડ્‌સની વિગતો પણ માંગી હતી.

સરકારે આપેલા જવાબ અનુસાર રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો RDSS હેઠળ આશરે ૫૨ લાખ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફોર્મર (ડીટી) સ્માર્ટ મીટર્સ અને ૧.૮૮ લાખ ફીડર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન ધરાવે છે, જેમાંથી ૩ લાખ જેટલા ડીટી સ્માર્ટ મીટર્સ અને ૫,૨૨૯ ફીડર સ્માર્ટ મીટર્સ એકલા ગુજરાતમાં જ લગાવાશે. ફીડર અને ડીટી સ્માર્ટ મીટરથી એનર્જી એકાઉન્ટીંગ ઓટોમેટિક અને સચોટ બનતાં હાઈ લોસ એરિયા શોધવામાં મદદ મળશે.

આજ દિન સુધીમાં, લોસ રિડક્શન (એલઆર) કામકાજ માટે રૂ.૧,૨૧,૭૭૮ કરોડના કુલ ખર્ચ ધરાવતા ડીપીઆરને મંજૂર કરાઈ ચૂક્યા છે અને ભારતમાં સ્માર્ટ મીટરિંગના કામો માટે રૂ.૧,૩૦,૪૭૪ કરોડ મંજૂર કરાયા છે. જવાબમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, RDSS હેઠળ મંજૂર કરાયેલા કુલ ખર્ચમાંથી, રૂ.૫,૮૯૭.૨૨ કરોડને સ્કીમ ગાઈડલાઈન્સ મુજબ સ્કીમ લોંચ કરાઈ ત્યારથી માંડીને ૦૬-૧૨-૨૦૨૩ સુધીમાં જારી કરી દેવાયા છે, જેમાંથી રૂ.૩૦૮ કરોડ છેલ્લા બે વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાત માટે જારી કરવામાં આવ્યા છે.

RDSS સ્કીમ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી જારી રહેશે. આ સ્કીમનો ઉદ્દેશ AT&C ખોટને ઘટાડીને ૧૨-૧૫%ના ભારતવ્યાપી સ્તરે પહોંચાડવાનો તેમજ ૨૦૨૪-૨૫ સુધીમાં ACS-ARR તફાવતને નાબૂદ કરવાનો છે. આનાથી ડિસ્કોમમાં નાણાકીય સદ્ધરતા આવશે અને આખા વિજ ક્ષેત્રમાં સુધારા જાવા મળશે. આ સુધારાત્મક પગલાંને RDSS હેઠળ આ મંત્રાલયની અન્ય વિવિધ પહેલો સાથે લેવાના પરિણામે ડિસ્કોમની AT&C ખોટ જે નાણાકીય વર્ષ ૨૦૨૧માં ૨૨.૩૨% હતી તે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ઘટીને ૧૬.૪૪%ના સ્તરે પહોંચી ગઈ છે, એમ જવાબમાં જણવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત AT&C ખોટમાં ઘટાડાના પરિણામે ACS અને ARR વચ્ચેનો તફાવત પણ ઘટ્યો છે જે નાણાકીય વર્ષ ૨૦૨૧ના રૂ.૦.૬૯/ kWhના આંકેથી ઘટીને એફવાય ૨૦૨૨માં રૂ.૦.૧૫/ kWhના સ્તરે પહોંચી ગયો છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news