ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની શરૂઆત સાથે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ

અમદાવાદઃ દેશ તથા ઔદ્યોગિક વિકાસ માટે આજે સર્ક્યુલર ઈકોનોમી તાતી જરૂરિયાત છે, ખાસ કરીને તે પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલ હોવાથી તેને અપનાવવી તે આવકારદાયક પગલું કહી શકાય. આ બાબતે અમદાવાદના વટવા જીઆઈડીસી સ્થિત નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટે વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની શરૂઆત સાથે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

અમદાવાદના વટવા જીઆઈડીસી સ્થિત નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટને ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની રજૂઆત કરી છે, જે પર્યાવરણને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ ખાતે આયોજિત વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીના ઉદ્ઘાટન સમારંભમાં  સંસદ સભ્ય હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્ય અતિથી તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આઈએએસ આર.બી. બારડ અને અતિથી વિશેષ તરીકે જીપીસીબીના સભ્ય સચિવ ડી. એમ. ઠાકર,  નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટના ચેરમેન ભૂપેન્દ્રભાઈ સી. પટેલ, મેનેજિંગ ડિરેક્ટર દિનેશભાઈ શાહ,  ડિરેક્ટર દિપકભાઈ દાવડા, વાઇસ ચેરમેન- એડમીન આનંદભાઈ પટેલ, વાઇસ ચેરમેન-ટેક સુરેશભાઈ પટેલ, વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો.ઓપ. સોસાયટીના ચેરમેન રમેશભાઈ પટેલ અને વીઆઈએના પ્રેસિડેન્ટ ડિમ્પલભાઈ પટેલ  સહિત અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટી વિશે વાત કરતાં નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટના ચેરમેન ભૂપેન્દ્રભાઈ સી. પટેલે જણાવ્યું, “અમે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ ખાતે વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટી પ્રણાલી શરૂ કરીને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યાં છીએ, કારણકે તે દેશની પ્રથમ અને એકમાત્ર ફેસિલિટી છે. નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ ખાતે આ ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટી શરૂ થવાથી અમારી જે સ્પેન્ટ સરફ્લ્યુરિક એસિડના ટ્રીટમેન્ટની પ્રતિ દિન ન્યુટ્રાલાઈઝેશન ક્ષમતા કે જે 500 ટનની હતી, તે વધીને બમણી એટલે કે 1000 ટન જેટલી થઈ ગઈ છે. આ પ્રણાલી લાગૂ થવાથી પર્યાવરણને તે ફાયદો થશે કે હવે પ્રતિ દિન 5 લાખ કરતાં વધારે એફ્લ્યુએંટ ઓછું જનરેટ થશે એટલે કે જૂની પ્રણાલી સરખામણીમાં થશે જ નહી, જે પર્યાવરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રણાલીની શરૂઆત સાથે બીઓડી અને સીઓડીનો લોડ જે 3 હજારથી 4 હજાર થતો હતો, જે ઘટીને 1 હજારના રેશિયોમાં થઈ જશે. અત્યાર સુધીમાં અમે અહીં 26 લાખ મેટ્રિક ટન સલફ્યુરિક એસિડનું હેન્ડલિંગ કરેલ છે, જેમાંથી 16 લાખ ટન સ્પેન્ટ સલફ્યુરિક એસિડને ન્યુટ્રાલાઈઝ કરી તેમાંથી 9.5 લાખ ટન જીપ્સમ પેદા કરી અમે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રૂલ-9 હેઠળ કો-પ્રોસેસિંગ દ્વારા આપવામાં આવ્યું છે.”

નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર દિનેશભાઈ શાહે આ પ્રસંગે જણાવ્યું, “નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ પર્યાવરણ સંરક્ષણને લઇને ખૂબ જ જાણીતી સંસ્થા છે. ખાસ કરીને અમદાવાદના વટવા, નરોડા અને ઓઢવ સહિત આસપાસની ઇન્ડસ્ટ્રીના આશરે 250 સભ્યો માટે જીવનરેખા સમાન છે. નોવેલ ખાતે અમે માત્ર ઉદ્યોગોની સમસ્યાઓ જ દૂર ન કરતાં સિમેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ વ્યાજબી ભાવે જીપ્સમ પૂરૂં પાડેીએ છીએ. જે ત્રણ ‘આર’ના સ્થાપિત નિયમો રીડ્યુઝ, રિસાયકલ અને રીયૂઝનું પાલન કરે છે, પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે.”

નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ વિશે માહિતી મેળવીએ તો ડાઇઝ, ડાઇઝ ઇન્ટરમિડિયેટ તથા અન્ય કેમિકલ ઉત્પાદન કરતાં ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સ્પેન્ટ સલફ્યુરિક એસિડ જનરેટ થાય છે, જેને ટ્રીટમેન્ટ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને તેમના પ્રોડક્શનમાં પણ ઘણો બધો ઘટાડો થતો હતો. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થ શંકરભાઈ પટેલ દ્વારા તેમના ઉદ્યોગકાર મિત્રો સાથે રહીને વર્ષ 2009માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નોવેલ ભારતમાં એક માત્ર યુનિક કોમન ફેસિલિટી છે, જે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત તથા સ્પેન્ટ સલફ્યુરિક એસિડનું મેનેજમેન્ટ કરે છે. વટવા જીઈઆડીસી ખાતે 44000 ચોરસ મીટરમાં ફેલાયેલી આ સંસ્થાને ગુજરાત અને કેન્દ્ર સરકારની આઈઆઈયુએસ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન સ્કીમ હેઠળ તથા સભ્યોના સહયોગથી આશરે 30 કરોડના રોકાણથી ઉભી કરવામાં આવી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news