કડકડતી ઠંડીમાં ગીરગઢડામાં રાત્રિના સમયે બે સિંહનુ નાઈટ પેટ્રોલિંગ!..સોશિયલ મીડિયામાં થયો વીડિયો વાયરલ
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક ગીર જંગલના વન્ય પ્રાણીઓ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી પશુના મારણ કરી જતાં હોય છે. ત્યારે ગીરગઢડાના હરમડીયા મોરવાડ રોડ પર રાત્રી દરમિયાન લટાર મારતા સિંહનો વીડિયો વાહન ચાલકે ઉતાર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગીરગઢડાના હરમડીયા મોરવાડ રોડ પર રાત્રિ દરમિયાન બે સિંહ જાણે નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યાં હોય તેમ ગ્રામ્ય વિસ્તારના સુમસાન રોડ પર આરામથી પગપાળા જતાં હતા. ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકે પોતાનું વાહન ધીમુ કરી ફોનમાં સમગ્ર વિડિયો કેદ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમ ગીર નજીકના ગામમાં વન્ય પ્રાણીઓ સિંહ, દીપડા આવી પશુના મારણ કરી જતાં રહેતા હોય છે.
થોડા દિવસો પહેલા જ અલીદર ગામમાં સિંહ ઘુસી રહેણાંક મકાન પાસે મારણ કર્યું હતું. લોકો રાત્રિ સમયે જાગી જતાં રહીશોએ સિહે કરેલ પશુનું મારણ લાઈવ નિહાળ્યું હતું. જેથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.