ભારતમાં ભૂગર્ભજળના ઘટતા સ્તર પર એનજીટીએ કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારતમાં ઘટી રહેલા ભૂગર્ભજળના સ્તરને ઉજાગર કરતા એક અહેવાલની સુઓ-મોટો લેતી વખતે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) કડક વલણ અપનાવતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB), જલ શક્તિ મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC), તેમજ 19 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના જળ સંસાધન વિભાગો પાસેથી જવાબ માંગ્યો છે.

યુએનના અહેવાલ અનુસાર, ભારતમાં ગંગા બેસિનના અમુક વિસ્તારો પહેલાથી જ ભૂગર્ભજળના ઘટડાની ઉચ્ચ બિંદુને પાર કરી ચૂક્યા છે અને સમગ્ર ઉત્તરપશ્ચિમ પ્રદેશ 2025 સુધીમાં ભૂગર્ભજળની ખૂબ જ નિન્મ સ્તર પર પહોંચી જવાની ધારણા છે. તો સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે 22 નવેમ્બર, 2023માં સોંપેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્થિતિમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા તમામ ઉપાય કરવામાં આવ્યા છે.

જે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાનો રિપોર્ટ જમા કરવવા માટે જણાવવામાં આવ્યું છે તેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, જમ્મૂ કશ્મીર, તમિલનાડુ, હરિયાણા, બિહાર, ગુજરાત, ત્રિપુરા અને ઝારખંડ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામે આગામી સુનાવણીના પહેલા પોતાનો જવાબ સોંપવાનો રહેશે.

ભારતના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર, દેશના વધતા જતા 1.4 અબજ લોકો માટે રોજીરોટી તરીકે મહત્વપૂર્ણ છે, પંજાબ અને હરિયાણા દેશના ચોખાના પુરવઠાના 50 ટકા અને ઘઉંના 85 ટકા સ્ટોકનું ઉત્પાદન કરે છે. અહેવાલમાં રેખાંકિત કરવામાં આવ્યું છે કે પંજાબમાં 78 ટકા કુવાઓ અતિશય શોષિત માનવામાં આવે છે અને સમગ્ર ઉત્તરપશ્ચિમ પ્રદેશમાં 2025 સુધીમાં ભૂગર્ભજળની ઉપલબ્ધતા ગંભીર રીતે ઓછી થઈ જવાની સંભાવના છે.

અહેવાલમાં જણાવાયું છે કે ભારત યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનના સંયુક્ત ઉપયોગને પાછળ છોડી દઇને ભૂગર્ભજળનો વિશ્વનો સૌથી મોટો ઉપભોગ કરતો દેશ છે.

આ મામલાની વધુ સુનાવણી 9 ફેબ્રુઆરી, 2024ના રોજ નિર્ધારિત છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news