જાપાનમાં માઉન્ટ એસો જ્વાળામુખી ફાટયો
જાપાનમાં બુધવારે સવારે માઉન્ટ એસો નામનો જ્વાળામુખી સક્રિય થતા ફાટયો હતો. તેનો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આકાશમાં ૧૧,૫૦૦ ફૂટ ઊંચે સુધી રાખ અને ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા હતા. આ દરમિયાન કેટલાક હાઈકર્સ પર્વત ઉપર ચડી રહ્યા હતા પણ કોઈને ઈજા થઈ નથી.
ઈમર્જન્સી વિભાગે પણ જાનહાનિની ઘટનાને નકારી હતી. તેમ છતાં માઉન્ટ એસો ઉપર તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.