ભારતમાં હવા પ્રદૂષણથી ૧.૧૬ લાખથી વધુ નવજાત શિશૂઓના મોત થયાઃ રિપોર્ટ

ભારતમાં હવા પ્રદૂષણના ગંભીર અને ખતરનાક પરિણામોનો ખુલાસો કરતા એક રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ દેશમાં હવા પ્રદૂષણને લીધે એક વર્ષમાં લગભગ ૧,૧૬,૦૦૦ થી વધારે નવજાત શિશૂઓના મો નીપજ્યા છે.
આ ખુલાસો સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૨૦ નામની એક વૈશ્વિક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. જેને હેલ્થ ઇફેક્ટ્‌સ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૃત્યુ પામેલા અડધાથી વધારે શિશૂઓના મોત બહારના pm ૨.૫ પ્રદૂષક તત્વો સાથે જાેડાયેલ છે. જેમાં રાંધણ માટે વપરાતુ ઇંધણ, લાકડા કે કોલસા, છાણ જેવા ઇંધણ સામેલ છે. તેમનાથી ઉત્પન્ન થયુ હવા પ્રદૂષણ નવજાત શિશૂઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યુ છે. આવા શિશૂઓમાં મોટાભાગના કમજાેર અને પ્રિમેચ્યોર ડિલિવરીથી જન્મેલા બાળકોને સમાવેશ થાય છે.

ભારતમાં લાંબા સમયથી હવા પ્રદૂષણને લીધે વર્ષ ૨૦૧૯માં સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટિશ, ફેફસાંનું કેન્સર અને અન્ય બીમારીઓ, નવજાત રોગોથી ૧૬.૭ લાખ એટલે કે ૧.૬૭ મિલિયન લોકોના મોત થયા.

એક પરિબળ એ પણ છે કે, રિપોર્ટ કોરોના કાળમાં સામે આવી છે. જ્યાં કોરોના સંક્રમણથી હ્રદય અને ફેફસાંને ભારે નુકસાન થવાથી મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ રિપોર્ટ પછી હવા પ્રદૂષણથી થતી બીમારીઓ અને કોરોના સંક્રમણ વચ્ચેનો સંબંધ ખુલ્લો પડ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news