Monsoon Update: દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી
ગાંધીનગરઃ જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યા બાદ હવે ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ વરસાદની સ્થિતિને લઈને જાણકારી આપી છે.
હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી દિવસમાં કેવો વરસાદ રહેરો તે અંગે શકયતા વ્યક્ત કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જાણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ કાંઠે ૪૦ થી ૪૫ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ વરસાદની કાઈ સિસ્ટમ સક્રિય નથી. સીઝનનો ર ટકા વરસાદ પડી ચૂક્યો છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ માહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાનો આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ ૫ અને ૬ ઓગસ્ટ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ સાબરકાઠાં, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, ૮ ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાઠાં, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા રહે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનામાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. ૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ૧૬ અને ૧૭ તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનુ જોર ઘટશે. આઠ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધે અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ તથા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. કોઈપણ ભાગમાં ભારે વરસાદી ઝાંપાટા પડશે. કોઈ કોઈ ભાગોમાં ચાર ઈંચ કે તથી વરસાદ પડવાની શકયતા રહે.
ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, ૧૭ ઓગસ્ટ પછીનું મધા નક્ષેત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે સારૂં ગણાય છે. તે સ્ટોર કરવા માટે પણ સારૂં ગણાય છે. આ અરસામાં મધ્યપ્રદેશ ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા રહેશે. ૨૩ ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદના જોર ઘટશે અને ઝાંપટા પડી શકે છે. ૨૭થી ૩૦ ભારતના ભાગોમાં ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ૩૦ અને ૩૧માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શકયતા રહેરો, જો કે હાલમાં સતત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થયુ છે. હવે વરસાદ વિરામ લે તેની તેની ખેડૂતો રાહ જોઇ રહ્યાં છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદને લઈ અંબાલાલની આગાહી હવે ખેડૂતો માટે ચેતવણીરૂપ બનીને રહી ગઈ છે.