સાબરકાંઠામાં જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામન્ટનો શુભારંભ કરાવ્યો
સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ,લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ,નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર અને જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ધ ગેલેક્સી સ્પોર્ટસ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે સાબરકાંઠા-અરવલ્લી ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજીત સાંસદ ક્રિકેટ ટુર્નામન્ટનો શુભારંભ કરાવ્યો હતો.
સાબરકાંઠા-અરવલ્લીના ક્રિકેટ પ્રેમીઓ તેમજ યુવાનો માટે સાબરકાંઠા-અરવલ્લી ક્રિકેટ એસોસીયેશન દ્વારા સૌ પ્રથમ વખત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. જેનું પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્ઘાટન કરાવી રમતવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો.
આ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા,સાંસદ રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, અગ્રણી કનુભાઈ પટેલ,અગ્રણી સિદ્ધાર્થભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.