મેઘરાજા મચાવશે ધમાલઃ ૧૭થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે
ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતા
ગાંધીનગરઃ જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજા જાણે રિસાઈ ગયા અને ખુબ ઓછો વરસાદ પડતા જગતના તાત પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા. સપ્ટેમ્બરમાં ધીરે ધીરે મેઘરાજાની પધરામણી તો થઈ પણ હવે જાણે મેઘરાજા ધમાલ મચાવશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમના જણાવ્યાં મુજબ આ વખતનું ચોમાસું ખાસ પ્રકારનું છે. દક્ષિણ ગોળાર્ધમાંથી વિષુવવૃત પર થઈને હિન્દ મહાસાગર પર થઈ આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગો તરફ જે ચોમાસું રહેવું જોઈએ તે રહ્યું નથી. પરંતુ બિપરજોય વાવાઝોડા બાદ ચોમાસું કઈક અલગ જ જોવા મળી રહ્યું છે. તેમાં વળી ટ્રોપિકલ સ્ટ્રોમ બનતા તેની ચોમાસા પર ગંભીર અસર પડવાની હતી, પરંતુ હવે જો ધીરે ધીરે સપ્ટેમ્બર મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબ સાગર સક્રિય થતા રાજ્યના ભાગોમાં વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
૧૪ સપ્ટેમ્બરથી મજબૂત સિસ્ટમ બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને ૧૫-૧૬ સુધીમાં મધ્ય પ્રદેશ અને ૧૮-૧૯-૨૦માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ ૧૭થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ૪ ઈંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ૪થી ૬ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી સંભાવના છે. આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને ૧૫-૧૬ સુધીમાં મધ્ય પ્રદેશ અને ૧૮-૧૯-૨૦માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ ૧૭થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ૪ ઈંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ૪થી ૬ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે નવરાત્રિ અને દિવાળીને લઈ વરસાદની આગાહી કહી છે. આ આગાહીથી લોકોમાં દુખી અને સુખી બન્ને માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે.
બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. ૧૬ સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ૧૪મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યાતાઓ છે. ૧૫મીએ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા ૧૬મી તારીખે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.