રાજકોટમાં સહારા યુનાઈટ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ હજુ પણ બેકાબૂ
રાજકોટઃ રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. રાજકોટ જીલ્લામાં પડધરી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં મંગળવારે મોડી રાત્રે આગ ફાટી નીકળેલી આગ હજુ પણ કાબૂમાં આવી નથી. કલાકો સુધી ભીષણ આગને કાબૂમાં લેવા જામનગર, રાજકોટ, ગોંડલ અને મોરબીથી લાશ્કરો આવી પહોંચ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે.
ફેક્ટરીમાં પ્લાસ્ટિકના જથ્થામાં અચાનક આગ ફાટતા ફેક્ટરી માલિકને ઘણું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી અને બેકાબૂ બનતા સ્થાનિકોમાં પણ ભય ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ અત્યાર સુધી ૭૦ ટકા આગને કાબૂમાં લેવાઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે બપોર સુધી આગ કાબૂમાં આવી શકવાની સંભાવના છે. હાલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટા જથ્થામાં તૈયાર કાચા માલને જંગી નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તેનું સચોટ કારણ શોધી શકાયું નથી. પરંતુ કામગીરી દરમિયાન તણખા ઝરતા આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.