પ્રજ્ઞા ગ્રુપના મહેશ પટેલે સર્વે ગુજરાતવાસીઓને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી

પ્રજ્ઞા ગ્રપના મહેશે પટેલે સર્વેને દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન. આવાનારૂ નવુ વર્ષ આપ સર્વે માટે શુભદાયી અને પ્રગતિકારક નીવડે તેવી શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતુ કે આપણે ઉદ્યોગપતિ હોવાથી આપણી પણ એક જવાબદારી થાય કે જ્યારે સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતી હોય અને આત્મનિર્ભર ભારતની વાત થતી હોય ત્યારે ઉદ્યોગેએ પર્યાવરણની જાળવણી સાથે ઉદ્યોગોનો વિકાસ કરવો જોઇએ. પર્યાવરણની જાળવણી માટે કોમન ઇટીપીને કાર્યરત કરવા જોઇએ. સોલિડ વેસ્ટમાં પણ સુચારૂ યોગ્ય નિકાલ થાય તે માટેની આધુનિક ટેક્નોલોજી અપનાવવી જોઇએ. પર્યાવરણની જાળવણી કરવા બધી જ પ્રોડક્ટ્સમાંથી નીકળતી બાયપ્રોડક્ટ્સનો રીયુઝ કેવી રીતે કરવો, રીસાયકલિંગ કેવી રીતે કરવું, રીકવર કેવી રીતે કરવું તે દિશામાં આગળ આવવું જોઇએ. આવી પ્રોડક્ટ્સમાંથી જ્યાં સુધી પ્રોડક્ટ્સ બનતી રહે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઇએ અને અંતે તેનો યોગ્ય નિકાલ કરવો જોઇએ. આર એન્ડ ડી ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરીને ટેક્નોલોજીના ઉપયોગથી પર્યાવરણને જાળવવા માટેના અભિગમ સાથે આગળ વધવુ જોઇએ.

ઉદ્યોગોની સાથેસાથે ખેડૂતોએ પણ પાણીનો યોગ્ય વપરાશ તેમજ ઓર્ગેનિક ખેતી અને ત્રણેય સીઝનમાં ખેતી થાય તેવું આયોજન કરવું જોઇએ. તે માટે સરકારે કેવી રીતે ખેડૂતોને વીજળી અને પાણી સરળતાથી મળી રહે તેવા કાર્યો પણ આત્મનિર્ભર ભારત અને આઝાદીના અમૃતમહોત્સવમાં સાથે રહીને આપણે સૌએ કરવા જોઇએ. ખેડૂતોને સારૂં ખાતર અને દવાઓ ઉદ્યોગોમાંથી મળે છે તે સસ્તા ભાવે મળી રહે તે માટે પણ ઉદ્યોગોએ આગળ આવવું જોઇએ. રિન્યુએબલ એનર્જી અને સોલર એનર્જી પર ખુબ ભાર મૂકી દરેકે પોતાના ઘરે સોલર પેનલ લગાવવી જોઇએ. આર્થિક સંપન્ન કે સીએસઆર ફંડ જેવા સંભવિત તમામનો ઉપયોગ કરી લાભ આપી સોલર પેનલ લગાવવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ. કંપનીએ પોતાના પાવર માટે પણ સોલર પ્લાન્ટને સ્થાપિત કરવો જોઇએ અને પર્યાવરણની જાળવણી માટે પ્રયત્નો કરવા જોઇએ. આવા ઘણા બધા કોન્સેપ્ટ છે, જેમાં જનભાગીદારી થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અભિયાનને આગળ ઘપાવી શકાય છે. હાલમાં જ આપણા વડાપ્રધાને મિશન લાઇફનો પ્રારંભ કરાવ્યો છે. તેમાં પણ પર્યાવરણને જાળવવાનો જે કોન્સેપ્ટ છે તેમાં નાની-નાની બાબતોને વણી ખૂબ જ મહત્વતા આપવામાં આવી છે. નાના અને વંચિત માણસોની જરૂરિયાતોનું ધ્યાન સુખી અને આર્થિક સંપન્નતા ધરાવતા લોકોએ રાખવું જોઇએ, જે આપણી વારસાગત પરંપરા રહી છે. આ સાથે ઉદ્યોગપતિએ પોતાના કર્મચારીગણની પણ સુખાકારી, આરોગ્ય અને આર્થિકતાનું ધ્યાન રાખવું જોઇએ.

અંતે આવનારા વર્ષમાં પર્યાવરણની જાળવણી કરી ઔદ્યોગિક વિકાસ કરીએ તેવી દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news