મધ્ય પ્રદેશઃ ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં લાગી આગ, ૯૦થી વધુ દર્દીઓને કરાયા શિફ્ટ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પાટીદાર હોસ્પિટલમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગના બનાવમાં કેટલાક દર્દીઓ દાઝ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા ૯૦ જેટલા દર્દીઓને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં આગના કારણે ભારે નુક્સાન પહોંચ્યું છે. અંદાજે ૯૦થી વધુ દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં કોરોનાના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.