લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન

ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

ગાંધીનગર: દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. હવે રાજકીય પક્ષો સંપૂર્ણપણે ચૂંટણી જંગમાં ઉતરી ગયા છે. દેશની લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ૨૬ લોકસભાનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. સાથે ગુજરાતની ૬ વિધાનસભાની પેટાચૂંટણીનું શિડ્યૂઅલ પણ જાહેર કરાયું છે.

ગુજરાતના ત્રીજા ફેઝમાં વિધાનસભાની પૈટા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન થશે. ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. જેમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. ૨૬ એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થશે. સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતમાં ૨૬ સીટોનું મતદાન ૭ મે રોજ થશે. જ્યારે મત ગણતરી ૪ જૂનના રોજ થશે.

ગુજરાતમાં ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. લોકસભાની ચૂંટણીનો પરિણામ ૪ જૂને રજૂ કરાશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી ૧૯ અપ્રિલના રોજ યોજાશે. ૭ મેના રોજ ગુજરાતમાં મતદાન થશે ગુજરાતની ૬ બેઠકની વાત કરીએ તો આ પહેલા ૪ બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. જ્યારે એક બેઠક પર ૧ જીતી હતી અને ૧ અપક્ષના નેતાએ જીતી હતી પરંતુ આ છ બેઠક પરથી ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપતા હવે ફરી પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news