જાણો કેવી રીતે સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીથી નૌકાદળની શક્તિ વધી જશે

નવીદિલ્હીઃ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રગિરી (Mahendragiri)નું પ્રક્ષેપણ આત્મનિર્ભર નૌકાદળના નિર્માણમાં દેશની અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે.

અત્યાધુનિક સેન્સરથી સજ્જ, ૫૧ KMPHની સ્પીડ અને દુશ્મનનો અવાજ સંવેદન કેચ કરવામાં સક્ષમ, સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી કેવી રીતે વધારશે નેવીની શક્તિ.. જે જણાવીએ, તો ભારતીય નૌકાદળની તાકાત વધુ વધવાની છે. યુદ્ધના પડકારો વચ્ચે સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગિરી નૌકાદળની શક્તિ વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ૨૦૧૯થી ૨૦૨૩ સુધી છ યુદ્ધ જહાજો લોન્ચ કરવામાં આવ્યા છે અને તેમાં વપરાતા ૭૫ ટકા ઉપકરણો સંપૂર્ણપણે સ્વદેશી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેને મુંબઈમાં મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં લોન્ચ કરશે.

મહેન્દ્રગીરી યુદ્ધ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે અત્યાધુનિક સેન્સરથી સજ્જ છે અને તે દૂરથી દુશ્મનના અવાજને સંવેદન કરવામાં સક્ષમ છે. તેમાં સ્થાપિત ટોર્પિડો લોન્ચર અને રોકેટ લોન્ચર જહાજની એન્ટી સબમરીન ક્ષમતામાં વધારો કરશે. આ સિવાય મહેન્દ્રગિરી યુદ્ધ જહાજ બે રેપિડ ફાયર ગનથી સજ્જ છે, જે દુશ્મનના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવશે. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ૧૭ ઓગસ્ટના રોજ ભારતીય નૌસેના માટે આધુનિક જહાજ લોન્ચ કર્યું હતુ. જેનું નામ Vindhyagiri છે. સૌથી મહત્વની બાબત એ છે કે પ્રોજેક્ટ ૧૭છ હેઠળ તૈયાર કરાયેલ આ સ્વદેશી યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે અને તે અત્યાધુનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે, જેને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ ૧૭એ હેઠળ હવે સાત યુદ્ધ જહાજાનું નિર્માણ થવાનું છે, જેમાંથી ભારતીય નૌકાદળ દ્વારા શરૂ કરાયેલા પાંચ યુદ્ધ જહાજા નીલગીરી, ઉદયગીરી, હિમગીરી, તારાગીરી અને દુનાગીરી છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત સતત તેના વિસ્તારમાં પોતાની હાજરી વધારવામાં વ્યસ્ત છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news