કડીના લાભ એસ્ટેટના ગોડાઉનમાં આગ : લાખોનો સામાન ખાખ
કડી તાલુકાના નરસિંહપુરા નર્મદા કેનાલ પાસે આવેલા લાભ એસ્ટેટમાં ઓમ એગ્રો નામના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આજે શુક્રવારે સવારમાં આગ લાગી હતી. જેમાં લાભ એસ્ટેટમાં આવેલા ઓમ એગ્રો નામનાં ગોડાઉનની અંદર લીંબોળીનું ખાતર ભરેલું હતું.
આ ગોડાઉનમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. બાજુના દુકાન માલિકે ગોડાઉનમાં આગ લાગેલી જોતાં સ્થાનિક ગોડાઉનના માલિકને જાણ કરી હતી. જેથી ગોડાઉનના માલિકે તાત્કાલિક કડી નગરપાલિકામાં જાણ કરતાં ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આગ ઉપર કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો હતો અને કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતાં ગોડાઉન માલિકનો લાખોનો સામાન બળીને ખાખ થઈ જતા ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું.
જો કે હજુ સુધી કયા કારણોસર ગોડાઉનમાં આગ લાગી હતી તે જાણી શકાયું નથી.કડી તાલુકાના નરસિંહપુરા ગામ પાસે આવેલા લાભ એસ્ટેટ ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ થયો હતો. નરસિંહપુરા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પાસે આવેલા લાભ એસ્ટેટમાં આવેલા લીંબોળીના ખાતરના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભયંકર આગ લાગી હતી. જેને પગલે ગોડાઉનમાં પડેલો લાખોનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.