જાપાન ફરીથી ૬ની તીવ્રતાના ભુકંપના આંચકા સાથે ધ્રુજી ઉઠ્યું
ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સે જણાવ્યું હતું કે મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર ૬ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે આ અગાઉ રવિવારે પણ ૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે પહેલા નવા વર્ષની શરુઆત સાથે જ જાપાનમાં ૧ જાન્યુઆરીએ આવેલા ખતરનાક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં ખતરનાક ભૂકંપ આવ્યો હતો. ૭.૬ની તીવ્રતાના ભૂકંપે સમગ્ર દેશમાં તબાહી મચાવી હતી. સુનામીને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી હતી અને ભવિષ્યમાં વધુ ભૂકંપ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ૧ જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ૧૨૬ લોકોના મોત થયા છે. સેંકડો દુકાનો અને મકાનોને નુકસાન થયું હતું. જે બાદ રવિવારે એટલે કે ૫મી તારીખે પણ ભૂકંપ આવ્યો અને તે બાદ આજે ફરી ભૂંકપના આંચકા અનુભવાયા છે. આ ભયાનક ભૂકંપ પછી આ રવિવારે એટલે કે ૭ જાન્યુઆરીએ જાપાનમાં બીજા ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫ હતી. જો કે, તેમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી. હવે ૮ દિવસ બાદ જાપાનમાં ફરી ધરતી ધ્રૂજી રહી છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ હતી. આ ભૂકંપમાં જાનમાલના નુકસાનની વિગતો હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. વારંવાર આવતા ભૂકંપને ધ્યાનમાં રાખીને જાપાન સરકારે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.