ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લેખક જયંતિ પરમાર લિખિત આત્મકથા ‘મારાં સંભારણા’ પુસ્તકનું વિમોચન

જયંતીભાઈ પરમારે જીવન સંઘર્ષ અને સમર્પણ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત”

અમદાવાદ: શહેરના ટાગોર હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કવિ, લેખક સમાજસેવી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જયંતિભાઈ પરમાર દ્વારા લિખિત આત્મકથા ‘મારાં સંભારણા’ પુસ્તકનું વિમોચન  કરવામાં આવ્યું હતું.

આ અવસરે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, જયંતીભાઈ પરમારે પોતાના જીવનમાં સંઘર્ષ અને સમર્પણ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે. જયંતીભાઈએ હંમેશા લોકહિતના કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે. લોકહિતના કાર્યોની ધારદાર રજૂઆત કરતા મેં તેઓને જોયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

બળવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતુ કે, જીવનમાં ધન દોલત કરતા સંસ્કાર મહત્વના હોય છે અને તેનું ઉદાહરણ જયંતીભાઈ પરમાર છે.

આ પુસ્તક વિમોચન પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, મણીનગરના ધારાસભ્ય અમુલભાઇ ભટ્ટ, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ પરમાર, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, વરીષ્ઠ પત્રકાર અને પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ તેમજ જયંતિભાઈ પરમારના પરિવારજનો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news