ભારત ધરાવશે સૌથી ઝડપી વિકાસ દર, વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી થવાના અનુમાન : આઇએમએફ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આજે વિશ્વની અર્થવ્યવસ્થા અને ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મહત્વનું  નિવેદન આપ્યું છે. વિશ્વ અર્થવ્યવસ્થાના સંદર્ભમાં,આઇએમએફએ કહ્યું છે કે, વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક વૃદ્ધિમાં પાછળના વર્ષ કરતા ઘટાડો નોંધવાની સંભાવના છે. આઇએમએફ અનુસાર, વર્ષ ૨૦૨૩માં વિશ્વની અર્થવ્યવસ્થા ૨.૯ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.  વર્ષ ૨૦૨૨ માં, તેનો અંદાજ ૩.૪ ટકા હતો.

બીજી તરફ, વર્ષ ૨૦૨૪ વિશે એક સારો અંદાજ લગાવાઈ રહ્યો છે કે, વિશ્વની અર્થવ્યવસ્થામાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે અને તે ૩.૧ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. જો ભારતની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આ ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોઈ શકે છે. ભારતની અર્થવ્યવસ્થા વર્તમાન ક્વાર્ટરમાં ૬.૮ ટકાના દરે વધી રહી છે, જે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ૬.૧ ટકા રહેવાની શક્યતા છે. આઇએમએફના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં એશિયામાં ૫.૩ ટકા અને ૫.૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ શકે છે.

એવું પણ કહેવાય રહ્યું છે કે, એશિયાનો વિકાસ ચીનના વિકાસ પર ર્નિભર રહી શકે છે.  ૨૦૨૨ માં, ચીનમાં ઝીરો કોવિડ નીતિને કારણે, જીડીપીમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને તે ૪.૩ ટકા પર પહોંચ્યો હતો. ચીનમાં, જાન્યુઆરી અને માર્ચ વચ્ચે જીડીપીમાં ઘટાડો નોંધાઈ શકે છે અને તે ૩.૦ ટકા સુધી પહોંચી શકે છે.  આ પ્રથમ વખત છે કે છેલ્લા ૪૦ વર્ષમાં ચીનનો  જીડીપી વિશ્વ અર્થવ્યવસ્થાના વિકાસ કરતાં ઓછો નોંધાયો છે. ચીનની અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૩માં ૫.૨ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news