ગુજરાત ઇ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે ઉદ્‌ઘાટન

ગુજરાતની પાવનભૂમિ પર આવવુ એ મારા માટે સુખદ અનુભવઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ

ગાંધીનગરઃ ભારતને પ્રથમ ઇ-વિધાનસભા મળી છે. ગુજરાત ઇ વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોન્ચિંગ થયુ છે. એટલે કે ગુજરાત વિધાનસભા ડિજિટલ બની છે. હવે ગુજરાત વિધાનસભાનું કામ પેપરલેસ બનશે. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓ પણ હાજર છે. ગુજરાતની વિધાનસભા આજથી પેપરલેસ બની છે.

પીએમ મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપ્નને સાકાર કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લાન્ચિંગ થશે. જે બાદ રાષ્ટ્રપતિએ ધારાસભ્યોને સંબોધન પણ કર્યુ. તેમણે સંબોધનની શરુઆત ઉમાશંકર જોશીની કવિતાથી કરી. તેમણે જણાવ્યુ કે ગુજરાતની પાવનભૂમિ પર આવવુ એ મારા માટે સુખદ અનુભવ છે. તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદ પર ૨ વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છા પણ પાઠવી. તેમણે જણાવ્યુ કે ગુજરાતે હંમેશા ભારત અને ભારતના ભવિષ્ય સાથે ગુજરાતનું ભવિષ્ય જોયુ છે. ગુજરાત વિધાનસભાએ અનેક ઉતાર ચઢાવ જોયા.

તેમણે જણાવ્યુ કે ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યા છે.તેમણે ગુજરાત વિધાનસભામાંથી પાસ થયેલા કેટલાક મહત્વના વિધેયકની વાત કરી. તેમણે કહ્યુ કે એપ્લીકેશન દ્વારા પ્રજા વિધાનસભાના કામને જોઇ શકશે. ઇ-વિધાનસભા ગૃહના કામમાં પારદર્શીતા લાવશે. તેમણે ગુજરાતના સપૂતો વિક્રમભાઇ દેસાઇ, મોરારજી દેસાઇ, નરેન્દ્ર મોદી સહિતનાને યાદ કર્યા અને ગુજરાત અને દેશના વિકાસમાં તેમનો ફાળો જણાવ્યો.

તેમણે જણાવ્યુ કે કોઇપણ રાજ્યના વિકાસમાં માનવ સંસાધનો મહત્વના છે. આરોગ્ય, વીજળી, પાણી પુરી પાડવી ખૂબ જ જરૂરી હોય છે. ગુજરાત સરકારે તે પુરા પાડ્યા હોવાનું જણાવ્યુ. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્ય સેવાઓ પ્રજાને પુરી પડાતી હોવાનું જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે ગુજરાતે ન માત્ર મનુષ્ય પરંતુ પશુ કલ્યાણ માટે કામ કર્યુ છે. જે જોઇને પ્રસન્નતા થાય છે. તેમણે કહ્યુ કે આ ગૃહમાં મહિલાઓનું પ્રતિનીધિત્વ જોઇને પણ મને આનંદ થઇ રહ્યો છે.

ઇ વિધાનસભા લોન્ચિંગ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે જણાવ્યુ હતુ કે ઇ વિધાનસભાના કારણે વિધાનસભા ગૃહના કાર્યમાં ગતિ આવશે. તેમણે જણાવ્યુ કે આજનો દિવસ આપણા સૌ માટે ખાસ છે. કારણકે આજથી ગુજરાત વિધાનસભા સૂંપૂર્ણ પેપરલેસ બનશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news