બે વર્ષમાં ચિરીપાલની કંપનીઓમાં આગ લાગતા ૧૧ કામદારોનાં મોત
અમદાવાદ શહેરમાં શ્રમ કાયદાના ભંગના કિસ્સાઓ વધી રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રીએ લેખિતમાં આપેલા જવાબમા કહ્યુ કે, વિતેલા બે વર્ષમાં અમદાવાદમાં ૧૨,૯૬૭ ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાનો ભંગ થઈ રહ્યાની ફરિયાદો મળી છે. જેમાંથી ૫,૫૯૪ એકમો અમદાવાદ શહેરમાં આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારમાં ૫,૪૬૯ એકમો સામે ફરિયાદો મળી છે. આ તમામ એકમો સામે તપાસથી લઈને કાયદાના ભંગ માટે દંડ, ક્લોઝર સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.કોરોનાની શરૃઆત પહેલા ચિરીપાલ ગ્રૂપની અમદાવાદના નારોલ સ્થિત નંદન ડેનિમ કંપનીમાં આગની ઘટના બહાર હતી.
બે વર્ષમાં ચિરીપાલ ગ્રૂપની કંપનીઓમાં આગ લાગવાની બે અલગ અલગ ઘટનાઓમાં ૧૧ કામદારોના મૃત્યુ થયાનું વિધાનસભામાં સરકારે સ્વિકાર્યુ છે. શ્રમ અને ઔરોજગાર મંત્રીએ અમદાવાદમાં ૧૨,૯૬૭ કંપનીઓ સામે શ્રમ કાયદાઓના ભંગની ફરિયાદો મળ્યાનું જણાવ્યું હતું. વર્ષ ૨૦૨૦ની ચીરીપાલ ગ્રુપની કંપનીઓમાં ઉપરાછાપરી આગની વિસ્ફોટક ઘટનાઓ બહાર આવી હતી. નારોલના નંદન ડેનિમ એક્ઝિમની ઘટનામાં પોલીસે કંપનીના એમડી જ્યોતિ ચિરીપાલ, દિપક ચિરીપાલ સહિત ચારથી વધુ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. ચિરીપાલની કંપનીઓમાં આગ લાગવાના બે કિસ્સામાં કુલ ૧૧ કામદારોનું આગમાં દાઝી જવાના કારણે મૃત્યુ થયુ છે. જેમને હજી સુધી ન્યાય મળ્યો નથી.