ગુજરાત રસીકરણમાં બીજા સ્થાને, રસીકરણ એ રામબાણ ઈલાજ

દેશમાં કોરોનાનો બીજાે વોર શરૂ થઈ ગયો છે. જે પહેલા કરતા પણ વધુ ધાતકી સાબિત થયો છે. ત્યારે રામબાણ ઈલાજ માત્ર માસ્ક અને રસીકરણ છે. ત્યારે કોરોનાની મહામારીથી બચાવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસથી બચવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એક બાજુ કુદકેને ભુસકે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર કોરોનાનું સક્રમણ રોકવા માટે યથાગ પ્રયત્નો કરી રહ્યું છે. એક બાદ એક તબક્કાવાર લોકોને રસી આપવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાં રસીકરણ અભિયાન ચલાવાવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત રસીકરણમાં બીજા સ્થાને છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૬.૮૨ લાખ લોકોએ રસી લઈ લીધી છે.
રસીકરણમાં પહેલા સ્થાનને મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૭.૨૬ લાખ લોકોએ રસી લઈ લીધી છે. ગુજરાતમાં રસીકરણમાં બીજાે ક્રમ પ્રાપ્ત કરતા વહીવટીતંત્રને બિરદાવવામાં આવ્યાં. શહેરી વિસ્તાર સિવાય અન્ય જિલ્લામાં ગ્રામ્ય સ્તરે રસીકરણનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. જેથી લઈને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય.

રાજ્યમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થતા હવે રાજ્ય સરકાર દ્વારા દરરોજ રસીકરણ કેન્દ્રો ખુલ્લા રાખવામાં આવ્યાં છે. રજાના દિવસે પણ રસીકરણ આપવામાં આવે છે. જેને લઈને કોરોના સામેની જંગ જીતી શકાય.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news