ખારાઘોડા ગામમાં હિન્દુસ્તાન સોલ્ટ લીમિટેડે ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં દુઃખનો માહોલ

સુરેન્દ્રનગરઃ દસાડાના ખારાઘોડા ગામે રાજાશાહી સમયથી વસવાટ કરતા મીઠા કામદાર રહેણાંક જમીનથી પણ વંચિત રહ્યા છે જેને લઈને અવારનવાર વિવાદ થતો હોય છે ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ ભારત સરકારના સાહસ હિન્દુસ્તાન લિમિટેડની માલિકીમાં ખારાઘોડા નવાગામ અને સ્ટેશન વિસ્તાર આવતો હોવાના દાવા સાથે અવારનવાર નોટિસ,પેનલ્ટી ફટકારવામા આવતી હોય છે ત્યારે ફરી આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો છે.

૨૫ જેટલા પોલીસ જવાનના બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા કામગીરી હાથધરી વર્ષોથી સુતેલા અધિકારીઓ ઓચિંતા જાગ્યા અને ગોળ અને ખોળની નીતિથી મીઠા કામદારો આકરા પાણીએ હિન્દુસ્તાન સોલ્ટની માલિકી જગ્યા પર ત્રણ પેઢીથી ખેતી કરતા ખેડૂત પર કાર્યવાહી કરવામાં આવી છે અને ખેતરમાં લહેરાઈ રહેલા તુવેરના પાક પર ટ્રેક્ટર અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ૨૫થી વધુ પોલીસ જવાનના બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે આ બાબતે દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર અને સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરાને રજૂઆત પણ કરવામાં આવી હતી.

ધારાસભ્ય દ્વારા ટેલિફોનિક સૂચન કરવામાં આવ્યું હતું જેમાં પાક લઈ લેવામાં આવે ત્યાં સુધી કામગીરી ન કરવામાં આવે તેમ જણાવવા છતાં અધિકારીઓ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અંતે મામલો બિચકતા કામગીરી મૌફૂક રાખવામાં આવી હતી. જ્યારે આ બાબતે હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ ખારાઘોડા યુનિટના જનરલ મેનેજર સોમનાથ રોયને પૂછતા સરકારી જમીન પર દબાણ કરનારને વારંવારની નોટિસ આપવા છતાં દબાણ કરેલ જમીનનો કબજો છોડવામાં ન આવતા આ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

અમારો પાક ઉભો છે ત્યાં સુધી કામગીરી મૌફૂક રાખો અને અમે કાયદાકીય લડત દ્વારા આ જમીન પાછી મેળવીશું તેમ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતુ વિવાદ ક્યારે શાંત થાય છે તે નજીકના દિવસોમાં જાવું રહ્યું હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ ખારાઘોડા યુનિટના અધિકારીઓની ભેદભાવ ભરી નીતિ મીઠાના ગંજ ખડકવા ભાડા કરાર કરી માલે તુઝારને જમીન આપી રહ્યા છે પરંતુ અગરિયાઓને કે સામાન્ય સ્થિતિ ધરાવતા ખારાઘોડાના રહેવાશીને ભાડા પેટે જમીન ન આપતા હોવાના આક્ષેપો થવા પામ્યા છે કંપનીના અધિકારીઓ ભેદભાવ ભરી નીતિ અપનાવતા હોવાની પણ રાવ થવા પામી છે.

દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારને આ બાબતે રજૂઆત મળતા અગરિયાઓની સાથે ખભેથી ખભો મિલાવી રહ્યા છે અને બને તેટલી મદદ કરી રહ્યા છે, પરંતુ કાયમી નિરાકરણ માટે પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યુ છે લીલી છમ તુવેર પર ટ્રેક્ટર ફેરવી દીધું ખેતરમાં તુવેરનો પાક ઉભો હતો છતાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડના અધિકારીઓને જરા પણ દયા ન આવી. ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી નુકસાન કર્યું અંતે રોષને જાઈ કામગીરી બંધ કરી ત્રણ પેઢીથી વાવણી કરી રહ્યા હતા અએ એચ.એસ.લી.અમુક ખેડૂત પાસેથી વાર્ષિક ૫૦૦૦ વસૂલ કરે છે પરંતુ આ ખેડૂતના ઉભા પાકને નુકસાન પહોંચાડી ભેદભાવ ભરી નીતિ અપનાવતા મામલો બિચક્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news