હિંમતનગર શહેરમાં જીઆઇડીસી માં ચાલતી એક આગણવાડીમાં ગટરનું ઢાંકણું ખૂલી જતા દુર્ગંધ પાણી વહેતા સ્થાનિકો પરેશાન

હિંમતનગર શહેરમાં જીઆઇડીસી માં ચાલતી એક આગણવાડીમાં  નાના ભૂલકાઓ ભણવા આવતા હોય છે ત્યારે કેટલાય સમયથી આગણવાડીના આગળ આવેલું ગટરનું ઢાંકણું ખૂલી જતા એમાંથી દુર્ગંધ પાણી વહે છે જાણે મીની નહેર આંગણવાડીમાં જવા માટે આ ગંદકી ભર્યા પાણીમાં થઈને જવું પડે છે ગટરના પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહ્યું છે જેથી વાલીઓમાં પણ રોષ સાથે ભય  ફેલાઈ રહ્યો છે આ અંગેના આંગણવાડીના કાર્ય કરે અને સ્ટાફે અવારનવાર તંત્રને રજૂઆતો પણ કરેલી છે પણ જે હોય તે તંત્રની આળસના કારણે કે પછી બાળકોમાં રોગચાળો ફેલાય ત્યારે જાગશે એ એક પ્રશ્ન છે તંત્ર ઝડપથી જાગે અને સત્વરે આ ગંદા પાણીનો નિકાલ કરે તેવો બાળકો આંગણવાડીના કાર્યકરો ઈચ્છી રહ્યા છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news