ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી શહેરને કચરામુક્ત કરવા કોર્પોરેશન પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કવાયત કરવામાં આવી
ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી શહેરને કચરામુક્ત કરવા કોર્પોરેશન દ્વારા કવાયત કરવામાં આવી રહી છે લોકોને ભીનો અને સૂકો કચરો અલગ કરવા તેમજ ગંદકી ઓછી કરવા તમામ રસ્તાઓ પર વિસ્તારોમાં કચરા પેટી મુકવામાં આવી છે. જેને લઈને કોર્પોરેશન દ્વારા રાત્રિ દરમ્યાન પણ કચરો એકઠો કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી કોર્પોરેશન આવનારા સમયમાં વધુ વિસ્તારોમાં આ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા રાત્રિએ કચરો એક્ઠો કરવાનું શરૂ કરવા જઈ રહી છે.