દિલ્હીમાં PM મોદીએ બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખી સમીક્ષા બેઠક યોજી
ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. જેથી ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનું આખુ મંત્રીમંડળ સક્રિય બન્યું છે ત્યારે બીજી બાજુ રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આજે બપોરે એક કલાકની સમીક્ષા બેઠક હાથ ધરી હતી. જેમાં પીએમ મોદીએ ખાસ નિર્દેશ જારી કર્યા હતાં. પીએમ નરેન્દ્ર મોદીએ લગભગ ૧ કલાક સુધી તોફાન પર સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપતા કહ્યું હતું કે, નુકસાન થવાના કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સજ્જતા સાથે આવશ્યક સેવાઓની જાળવણીની ખાતરી કરવામાં આવે. પીએમની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું ૧૫ જૂને બપોરના સમયે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માંડવી અને કરાચી વચ્ચેના જખાઉ બંદર નજીક ત્રાટકશે. ૧૨૫-૧૩૦ કિમીની વચ્ચે જોરદાર પવન ફૂંકાશે જે ૧૪૫ કિમી સુધી વધી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચક્રવાતી તોફાન બિપરજોયને કારણે ઊભી થયેલી કટોકટી સામેની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પૃથ્વી વિજ્ઞાન સચિવ એમ રવિચંદ્રન, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય કમલ કિશોર અને ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ હાજરી આપી હતી.આ બેઠકમાં આપવામાં આવેલી રજૂઆત મુજબ ૧૫મીએ સવારથી સાંજ સુધીમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ૧૨૫ થી ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપ અને પવનની ઝડપ સાથે ૧૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
પ્રતિ કલાક કિલોમીટર સુધી પહોંચી શકે છે.જાહેર છે કે, આ ચક્રવાત ગુરુવારે ગુજરાતના કચ્છ વિસ્તારમાં દસ્તક આપી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારીની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જિલ્લાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ ૧,૩૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે, ચક્રવાત ૧૫ જૂન બપોરે ૧૨૫-૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને કરાચીના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.