ચીનમાં એચ૩એન૮ બર્ડ ફ્લૂ સંક્રમણ માણસમાં જોવા મળ્યો

ચીનમાં કોરોનાએ ફરીથી કહેર મચાવ્યો છે. શાંઘાઈથી બેઇજિંગ સુધી લોકો ફફડી ગયા છે. બેઇજિંગમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ૨૨ મિલિયન લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાઓયાંગ પછી અનેક વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. તમામ રહીશોનાં એકાંતરા દિવસે કુલ ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. ચાઓયાંગમાં ૩.૬૯ મિલિયન લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બેઈજિંગમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન સાથે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જેમાં જિમ, થિયેટર્સ અને પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે ચીનમાં બર્ડ ફ્લૂના

સ્ટ્રેનથી માણસના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનના આરોગ્ય પ્રશાસને મંગળવારે આ જાણકારી આપી. આરોગ્ય પ્રશાસને જણાવ્યું હતું કે, હેનાન પ્રાંતના ૪ વર્ષના છોકરામાં તાવ અને અન્ય લક્ષણો જોવા મળ્યા બાદ આ પ્રકારની પુષ્ટિ થઈ હતી. જોકે, અન્ય લોકોમાં ચેપ ફેલાવવાનું જોખમ ઓછું છે. ૫ એપ્રિલે, મધ્ય હેનાન પ્રાંતમાં ચાર વર્ષના છોકરામાં તાવ અને અન્ય લક્ષણો હોવાનું નિદાન થયું હતું. પરંતુ પરિવારમાં કોઈને ચેપ લાગ્યો ન હતો. નેશનલ હેલ્થ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છોકરો પાળેલા ચિકન અને કાગડાના સંપર્કમાં આવ્યો હતો. NHCએ કહ્યું કે, H3N8 ઘોડા, કૂતરા અને પક્ષીઓમાં જોવા મળ્યો હતો પરંતુ H3N8 થી સંક્રમિત માનવીનો આ પહેલો કેસ છે. ચીનમાં બર્ડ ફ્લૂના ઘણા પ્રકારો અને પેટા પ્રકારો છે.

આમાંના ઘણા પેટા પ્રકારોમાં પ્રાણીઓની સાથે સાથે મનુષ્યોને પણ ચેપ લાગ્યો છે. મરઘાંમાં કામ કરતા લોકોને બર્ડ ફ્લૂના સ્ટ્રેનથી ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનમાં માનવોને અસરકારક રીતે સંક્રમિત કરવાની ક્ષમતા ઓછી છે. આવી સ્થિતિમાં મોટા પાયે રોગચાળો ફેલાવાનું જોખમ ઓછું છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, H3N8 સ્ટ્રેઇન અત્યાર સુધી ઘોડા, કૂતરા, પક્ષીઓમાં જોવા મળતો હતો, પરંતુ અત્યાર સુધી મનુષ્યમાં આ પ્રકાર જોવા મળ્યાના આ પહેલા સમાચાર છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) વાયરસ છે. જે વાઇરલ ઇન્ફેક્શન ફેલાવીને પક્ષીઓને ચેપ લગાડે છે. બીજી રીતે સમજીએ તો, આ રોગ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર છ વાયરસને કારણે થતો ચેપી વાયરલ રોગ છે. જે પક્ષીઓ અને મનુષ્ય બંનેને પોતાની ઝપેટમાં લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) બર્ડ ફ્લૂ માણસોની સાથે પક્ષીઓના મૃત્યુનું કારણ બની શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news