ભરુચમાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા વિવિધ કેન્દ્રોમાં વૃક્ષારોપણ કરાયું
ભરૂચ જિલ્લાને હરિયાળું બનાવવાના હેતુથી જન શિક્ષણ દ્વારા તમામ સબ સેન્ટર ખાતે ૫૦૦ પૈકી ૧૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નેજા હેઠળ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ અન્ડર સ્પેશીયલ કેમ્પેઈન ૨.૦ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ, હાંસોટ અને અંકલેશ્વર સહિત વિવિધ કેન્દ્રોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૦૦ પૈકી ૧૫૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ભરૂચ જિલ્લાને હરિયાળું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નિયામક ઝયનુલ સૈયદ, કાકાબા હોસ્પિટલના જનરલ સેક્રેટરી વીણાબેન ચાંપનેરીયા, અંકલેશ્વર રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના કો-ઓર્ડીનેટર હસમુખ પટેલ, સંસ્થાના આઈ.આઈ.પટેલ, પ્રિયંકાબેન પટેલ, ઈલા પટેલ અને ઝેડ.એમ.શેખ તેમજ લાઇવલીહુડના કો-ઓર્ડીનેટર ક્રિષ્નાબેન કથોલીયા અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.