શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો આ વાતોનું અચૂક ધ્યાન રાખો
કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશમાં હડકંપ મચાવી દીધો છે. હોસ્પિટલોમાં ૈંઝ્રેં બેડ અને ઓક્સિજનની કમીથી પણ દર્દીઓની હાલત ખરાબ છે. તેવામાં હેલ્થ ઓથોરિટીએ લોકોને ઘરે જ શક્ય હોય તો રિકવર થવાની સલાહ આપી રહી છે. ડૉક્ટર્સનું પણ કહેવું છે કે શ્વાસ લેવામાં તકલીફ થતા દરેક લોકોએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. જો ઓક્સિમીટર પર ઓક્સિજન લેવલ સતત ૯૦ની નીચે જઈ રહ્યું હોય તો જ હોસ્પિટલ જવાની જરૂર છે. તે સિવાય જે લોકોને શ્વાસમાં તકલીફ થઈ રહી છે તેમણે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે.
એક રિપોર્ટ પ્રમાણે, શરીરમાં ઓક્સિજનની કમી થવા પર ગેસ સ્ટવ, મિણબત્તી, ફાયરપ્લેસ, વીજળી અથવા ગેસ હીટર જેવી વસ્તુઓની નજીક જવું જોઈએ નહીં. તેમનાથી ૫ ફૂટની દૂરી બનાવી રાખવી જોઈએ. આવી વસ્તુઓની નજીક જવાથી તમારી મુશ્કેલી વધી શકે તેમ છે.
પેઈન્ટ થિનર, એરોસોલ સ્પ્રે, ક્લિનીંગ ફ્લુડ જેવા ફ્લેમેબલ પ્રોડ્ક્ટસનો બિલ્કુલ ઉપયોગ કરવો જોઈએ નહીં. તે સિવાય પેટ્રોલિયમ, ઓઈલ, ગ્રીસ બેસ્ડ ક્રીમ અથવા વેસેલિન જેવા કોઈ પણ પ્રોડક્ટને છાતી અથવા શરીરના કોઈ ભાગ પર લગાવવા ન જોઈએ.
જો તમને શ્વાસ લેવામાં થોડી પણ મુશ્કેલી થતી હોવાનું લાગી રહ્યું છે તો ભૂલથી પણ સિગરેટ પીવી જોઈએ નહીં. અહીં સુધી કે સિગરેટ-બીડી પીનારા લોકોથી પણ દૂર રહેવું જોઈએ. એટલું જ નહીં, ઘરમાં ઉપયોગ થનારી કેમિકલથી બનેલી અગરબત્તી અથવા ધૂપબત્તીના સંપર્કમાં આવવું જોઈએ નહીં.
જો તમે ઓક્સિજન કોન્સનટ્રેટર્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો. ઓક્સિજન કોન્સનટ્રેટર્સ આસપાસની હવાને ભેગી કરીને ઓક્સિજન બનાવે છે. કોન્સનટ્રેટર્સ હવાથી નાઈટ્રોજનને કાઢીને ઓક્સિજન બનાવે છે અને તેને દર્દીના શરીર સુધી પહોંચાડે છે. તાજી હવા મળવા પર કોન્સનટ્રેટર્સ તમારું કામ વધારે સરળ કરી દેશે.
છોડવાઓ વ્યક્તિઓથી વિપરીત હોય છે. તેઓ કાર્બન ડાયોક્સાઈડ લઈને ઓક્સિજન બનાવે છે. જો તમે હોમ ક્વોરન્ટાઈન હોવ તો તમારા રૂમમાં કેટલાંક સારા ઈન્ડોર પ્લાન્ટની વ્યવસ્થા કરી લો. આમ કરવાથી હંમેશા તમને ફ્રેશ એરની વચ્ચે રહેશો.