આરોગ્ય સચિવ જયંતિ રવિની બદલી, તામિલનાડુ એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિને કેન્દ્રના પ્રતિનિયુક્તિ પર આદેશ કરાયા છે. 1991ની બેચના આઇએએસ જયંતિ રવિની હવે ગુજરાતમાંથી તામિલનાડુમાં બદલી કરી દેવામાં આવી છે. જયંતિ રવિની બદલી બાદ તેમને તામિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના આરોગ્ય સચિવની અચાનક બદલી ચર્ચાનો વિષય બન્યો છે. ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા આ બદલી કરવામાં આવી છે.
જયંતિ રવિના વર્ષ 2002માં પંચમહાલ જિલ્લાના કલેક્ટર પદે હતા. ત્યારબાદ ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય, શિક્ષણ વિભાગ સહિતના વિભાગોમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. ડોક્ટર જયંતિ રવિ 11 જેટલી ભાષા જાણે છે અને તેઓએ સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો પણ લખ્યા છે.