પાટણ તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં ખુશી
પાટણ તાલુકાના વત્રાસર, ખારી વાવવડી, માનપુર, રાજપુર,ગલોલી વાસણા, કુણઘેર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડતા મૂંગા પશુઓને પણ પીવા માટે પાણીની સમસ્યા હાલ પૂરતી હલ થતાં ખેડૂતોએ ખાસ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.ટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલે ખેડૂતો માટે રવિ સીઝનમાં કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ગતરોજથી પાટણ તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
કેનાલોમાં પંદરમી માર્ચ સુધી ખેડૂતોને રવિ સીઝનમાં ત્રણ ટાઈમ પાણી આપવામાં આવશે. પાટણ તાલુકાની કેનાલોમાં રવિ સિઝનને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવતાં ઘઉંના પાકની વાવણીનો સમય અને રાયડા એરંડાના પાકની ફૂલ અવસ્થામાં હોવાથી નર્મદાનું પાણી અમૃત સમાન સાબિત થશે. તેવું ખેડૂતોએ જણાવી હરખથી પાણીનો ઉપયોગ ચાલુ કરી દીધો હોવાનું જણાવ્યું હતું.