Gujarat Weather: નલિયામાં સૌથી ઓછા ૮.૪ ડિગ્રી તાપમાન સાથે ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યું

ગાંધીનગર: ગુજરાતમાં ઠંડીનો ચમકારો એકાએક વધ્યો છે. અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. જેને કારણે લોકો રીતસરના ઠુઠવાયા છે. આવામાં જો વરસાદ આવે તો શુ થાય. પરંતું જાન્યુઆરી મહિનાના અંતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેથી તે મહિનાના અંતમાં માવઠાથી બચી નહિ શકો.

જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. ૨૪થી ૨૬ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ૧૭-૧૯ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

હાલ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ તો, આજે નલિયામાં સૌથી ઓછું ૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી, ડીસામાં ૧૧.૧ ડિગ્રી અને કોશોદમાં ૧૧.૩ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થઈ રરહ્યો છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે. ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં સૌથી ઓછું ૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી, ડીસામાં ૧૧.૧ ડિગ્રી અને કેશોદમાં ૧૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૧૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news