દેશમાં અનાજનું ઉત્પાદન ઘટયું, દાળ-શાકભાજીનું વધ્યું

કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જયારે ફળ, શાકભાજી, દાળના ઉત્પાદનમાં વધારો થયો છે. અનાજ સિવાય ખાંડ, ડ્રગ્સ, નાર્કોટિકસ અને તેલીબીયાના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૧-૧૨માં સ્થૂળ મૂલ્ય ઉત્પાદનમાં અનાજની ભાગીદારી ૨૮.૨ ટકા હતી, જે ૨૦૧૯-૨૦માં ઘટીને ૨૭.૩ ટકા રહી ગઈ છે. દાળની ભાગીદારી ૪.૪ ટકાથી વધીને ૫.૧ ટકા થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના આંકડાકીય અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલયે વર્ષ ૨૦૧૧-૧૨ થી ૨૦૧૯-૨૦ સુધી કૃષિ, વનસંવર્ધન અને મત્સ્ય ઉછેર પર રિપોર્ટ જાહેર કર્યો છે. અનાજ ઉત્પાદનમાં ઉતરપ્રદેશની ભાગીદારી ઘટીઃ યુપીમાં સૌથી વધુ અનાજનું ઉત્પાદન પણ ભાગીદારી ઘટી છે.

રિપોર્ટ મુજબ દેશભરમાં ઉતરપ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન કરાયું છે, જો કે તેમાં ભાગીદારી ઘટી છે. તેની ભાગીદારી વર્ષ ૨૦૧૧-૧૨માં ૧૮.૬ ટકા હતી, જે વર્ષ ૨૦૧૯-૨૦માં ઘટીને ૧૮.૫ ટકા થઈ ગઈ છે. મધ્યપ્રદેશનું અનાજમાં યોગદાન વધ્યુંઃ વર્ષ ૨૦૧૧-૧૨માં અનાજ ઉત્પાદનમાં મધ્યપ્રદેશની ભાગીદારી ૬.૨ ટકા હતી જે ૨૦૧૯-૨૦માં વધીને ૧૦ ટકા થઈ ગઈ છે.

રિપોર્ટ મુજબ ભારત દુનિયાભરમાં કૃષિ યોગ્ય ભૂમિમાં બીજા ક્રમે છે.ફળો અને શાકભાજીઓનું સ્થૂળ મૂલ્ય ઉત્પાદન સૌથી વધુઃ વર્ષ ૨૦૧૯-૨૦માં દેશભરમાં ફળ અને શાકભાજીનું સ્થુળ મૂલ્ય ઉત્પાદન ૩૮૩.૩ હજાર કરોડ હતું. અનાજની તુલનામાં આર લગભગ ૬૦૦૦ કરોડ વધુ છે. વર્ષ ૨૦૧૧-૧૨માં અનાજનું સ્થુળ મુલ્ય ઉત્પાદન ૩૩૬.૪ હજાર કરોડ હતું, જે બધા પાકોમાંથી સૌથી વધુ હતું. કૃષિમાં પાકોની ભાગીદારી ૨૦૧૧-૧૨માં ૬૨.૪ ટકા હતી જે વર્ષ ૨૦૧૯-૨૦માં ઘટીને ૫૫ ટકા થઈ ગઈ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news