GPCBના પૂર્વ સભ્ય સચિવ અનિલ શાહની 3.57 કરોડની મિલકત મળ્યાના આરોપ હેઠળ ધરપકડ
ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના પૂર્વ સભ્ય સચિવ અને હાલ પોરબંદર ખાતે સિનિયર એન્વાર્યમેન્ટ એન્જિનીયર અનિલ શાહની 4 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી છે. તેમની અપ્રમાણસર મિલકતને લઇને ફરિયાદ નોંધાઈ હતી. રાજ્ય સંવક તરીકેના પોતાના હોદ્દાનો ઉપયોગ કરી વર્ષ 2006થી 2020 સુધીની ગાળામાં ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે રૂપિયા કમાવવાનો આરોપ તેમની પર લાગ્યો છે. તપાસ દરમિયાન તેમની પાસેથી કુલ રૂપિયા 3,57, 04,320 જેટલી અપ્રમાણસર સ્થાવર અને જંગમ મિલકતો મળી આવતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અનિલ શાહની આગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સભ્ય સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જોકે, તેમની સામે અનેક ગેરરીતી અને ઉદ્યોગોને હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદો મળતા તેમની બદલીનો આદેશ મુખ્યમંત્રી કાર્યલયથી આપવામાં આવ્યો હતો. તેમની પોરબંદર ખાતે સિનિયર એન્વાર્યમેન્ટ એન્જિનીયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.