સુરતના કડોદરા પાસે રસ્તાની કામગીરી દરમ્યાન ગેસની લાઈન ફાટી
સુરત જિલ્લાના કડોદરા નજીક સ્વાગત કોમ્પ્લેક્સની બહાર ચાલતી રોડની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની પાઈપલાઈન ફાટી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. કડોદરા ચાર રસ્તા અંડર પાસની ચાલતી કામગીરી દરમિયાન બની હતી. ગુજરાત ગેસની મેઇન પાઈપલાઈન ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગેસના જોરથી આવતા અવાજને કારણે સ્વાગત કોમ્પલેક્ષની દુકાનો ટપોટપ બંધ થવા માંડી હતી. ઘટનાની જાણ વડોદરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી લોકોની ભીડને દૂર કરી હતી આ ગેસ લગભગ ૨૫ મિનિટ સુધી સળંગ ચાલુ રહ્યો હતો અને એટલું જોરથી અવાજ આવતો હતો ઘરે તે લોકોને બીક લાગી રહી હતી. સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો