સુરતમાં દુકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ, યુવક સળગતાં ગંભીર રીતે દાઝ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં ધોબીના ખાંચામાં એકાએક દુકાનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ બાદ ગંભીર રીતે સળગીને દાઝી ગયેલો યુવક દુકાનમાં પડી ગયો હતો અને તરફડિયાં મારતો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

સુરતના અડાજણ વિસ્તારમાં મીત આર્ટ નામની દુકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. દુકાનમાં રેડિયમ કટિંગ મશીનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો વિસ્ફોટક હતો કે રેડિયમ કટિંગનું કામ કરનારી વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. બ્લાસ્ટનો ધડાકાભેર અવાજ આવતાંની સાથે જ આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા.

રેડિયમ કટિંગની દુકાનમાં આગ લાગતાંની સાથે જ ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ કયા કારણસર લાગી અને ઈજાગ્રસ્ત કોણ છે એ અંગે કોઈ વધુ માહિતી મળી નથી, પરંતુ ધડાકાભેર બ્લાસ્ટ થતાંની સાથે જ દોડધામ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news